કરોના માહામારી પછી હાર્ટએટેકના કિસ્સાઓમાં વધારો થયો છે. અને આ માહામારી પછી હાર્ટએટેકથી અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે. ડરાવતા હાર્ટએટેકથી રાજ્યમાં વધુ એક બાળકનું હાર્ટએટેકથી મોત થતાં હાહાકાર મચી ગયો છે.રાજકોટમાં 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટના જંગવડ ગામે આ ઘટના બની હતી. જંગવડ ગામે રહેતા હેતાંશ દવે નામના 11 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મોત થયું છે.
મૃતક બાળક હેતાંશ દવે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા બાળકને જસદણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન બાળકનું મોત થયું હતું. મૃતક બાળકે 10 દિવસ પહેલા ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ જીત પણ મેળવી હતી.