હીરા નગરી સુરતને કોની ખરાબ નજર લાગી ગઈ છે. તે સમજણમાં નથી આવી રહ્યું કારણ કે આ શહેરમાં દરરોજ હત્યા, લૂંટ, ચોરી, દુષ્કર્મ જેવી ક્રાઈમની ઘટનાઓ બનતી હોય છે. આ બધાં વચ્ચે આ વખતે જે ક્રાઈમની ઘટના સામે આવી છે તે વાંચી તમારા પણ પગ નીચેથી જમીન સરકી જશે. કારણ કે આ વખતે શહેરના નાનપુરા વિસ્તારમાં માત્ર 13 વર્ષના ભાઈએ પોતાની જ એક વર્ષની બહેનની હત્યા કરી નાખતા આ મુદ્દે સમગ્ર નાનપુરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કેમ કરી હત્યા ?
સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી હતી. અંહી 13 વર્ષના ભાઈએ એક વર્ષની બહેનની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે બાળકીના આકસ્મિક મોત બાદ પીએમ રિપોર્ટ કરાવતા હત્યરા ભાઈની કરતૂત સામે આવી હતી. હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, આ મોત ગૂંગળામણથી થયાનો રિપોર્ટ આપતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
પરિવારે પૂછપરછ કરતાં ગુસ્સામાં હત્યા કર્યાની માસિયાઈ ભાઈએ કબૂલાત કરી હતી.એક વર્ષીય દીકરી સતત રડતી હોવાથી કંટાળીને ભાઈએ હત્યા કરી નાખી હતી. આ બનાવ બાદ અઠવાલાઈન્સ પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધી કિશોરની કરી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આગામી પોલીસ તપાસમાં શું સત્ય સામે આવે છે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. મહત્વનું છે કે હત્યા કરનાર યુવક કોઈ ઓનલાઈન ગેમ રમતો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે.