એવું કહેવાય છે કે, આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. વાત તો 100 ટકા સાચી છે પણ આ ટેકનોલોજીના યુગમાં તમે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના પર દરેક વસ્તુ ડીપેન્ડ કરે છે. કારણ કે લોકો ટેકનોલોજીનો સારા કરતા ખરાબ બાબતોમાં વધારે ઉપયોગ કરી રહ્યા છે. કારણ કે આજકાલ ઓનલાઈન ગેમના કારણે હત્યાઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓનલાઈન ગેમિંગ બાળકોને હિંસાત્મક બનાવી રહ્યું છે. આ બધાં વચ્ચે ગુજરાતના કચ્છમાં જે ઘટના બની તેણે તો સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. કચ્છ રાપરના બેલા ગામે ધોરણ-6નો વિદ્યાર્થી વાડીએ કામ કરી મિત્રો સાથે બગીચામાં ઓનલાઈન ગેમ રમતો હતો.
આ દરમ્યાન ફ્રી ફાયર ગેમની પ્રો- આઈડી વાપરવા તેના મિત્રોએ માગ કરી હતી. પરંતુ કોઈપણ કારણ સર આઈડી ન આપતા 13 વર્ષના બાળકની તેના જ મિત્ર કરપીણ હત્યા કરી નાખી. આ ઘટનામાં એક સગીરે બાળકને પકડી રાખ્યો અને અન્ય બે મિત્રોએ છરીના ઘા મારી દેતા બાળકનું ઘટના સ્થળે મોત થયું હોવાની માહિતી મળી રહી છે.
ફ્રી ફાયર ગેમની આઈડી ન આપતા હત્યા
આ બાળકની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે આ બાળકો અન્ય બાળકોને ગેમ રમવા માટેની ફ્રી ફાયર ગેમની ઓનલાઈન આઈડી આપી ન હતી. જેના કારણે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 13 વર્ષના બાળકને તેના મિત્રોએ પકડી રાખ્યો અને અન્ય બે મિત્રોએ છરીના અનેક ઘા મારી કરપીણ હત્યા નિપજાવી નાખી હતી.
પોલીસે ત્રણેય બાળ ગુનેગારોને ઝડપી લીધા
કચ્છના નાના અમથા ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. કારણ કે ઓનલાઈન ગેમ બાળકોના માનસ પટ પર કેટલું હાવી થઈ ગયું છે તે આ ઘટના પરથી સાબિત થઈ રહ્યું છે. કાયદાનુસાર ત્રણ ટાબરિયા સામે કડક કાર્યવાહી સંભવ નથી. પરંતુ ઓનલાઈન ગેમના ચક્કરમાં બાળકોના આપઘાત ઉપરાંત વાલીઓના બેન્ક એકાઉન્ટ પણ ખાલી થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. કચ્છ રાપરના બેલા ગામની આ ઘટના દરેક સમાજ માટે અત્યારે તો એક એલાર્મ સમાન બની ગઈ છે.
માતાપિતા ચેતજો
જે પણ માતાપિતા પોતાના બાળકને મોબાઈલ ફોન આપે છે. તેમણે એ પણ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે, તમારું બાળક મોબાઈલમાં શું કારનામા કરે છે. કઈ ગેમ રમે રહ્યું છે. અથવા તો મોબાઈલ ફોનમાં એક ઓનલાઈન ગેમ ડાઉનલોડ ન કરો જેથી બાળક ઓનલાઈન ગેમ રમી ન શકે.