ગુજરાતની ચૂંટણીમાં ફરીથી જ્ઞાતિવાદનું ભૂત ધૂણી રહ્યું છે. આ સમીકરણ વિના ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસને ચૂંટણી જીતવી મુશ્કેલ છે. બંને તબક્કામાં સૌથી વધુ OBC ઉમેદવારો છે. બીજાક્રમે પાટીદારો આવે છે. આ બંન્નેના કુલ મળીને 194 ઉમેદવારો છે. જેમાં ઓબીસીના 107 પાટીદારોના 87 ઉમેદવારો મેદાને છે. ત્રણેય પાર્ટીઓએ જ્ઞાતિવાદના સમીકરણને ધ્યાનમાં રાખીને ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે. જો કે આદિવાસી સમાજની વસ્તી બીજાક્રમે આવે છે. પરંતુ અનામત બેઠકની સંખ્યા માત્ર 27 છે.
કોંગ્રેસની જ્ઞાતિ આધારિત ટિકિટ ફાળવણી:-
ઓબીસી- 48, બ્રાહ્મણ- 08
લઘુમતી- 06, એસસી- 13
પાટીદાર- 42, ક્ષત્રિય- 26
જૈન- 02, એસટી-27
ભાજપની જ્ઞાતિ આધારિત ટિકિટ ફાળવણી:-
ઓબીસી- 59, બ્રાહ્મણ- 14
જૈન- 04, પાટીદાર- 45
ક્ષત્રિય- 13, એસસી- 13
એસટી- 27
રાજ્યમાં ભાજપ-કોંગ્રેસે સત્તા મેળવવા માટે જ્ઞાતિનું સમીકરણ ખેલ્યું છે. પરંતુ ભાજપ-કોંગ્રેસનું આ જ્ઞાતિનું સમીકરણ કેટલું સાચું પડે છે. તે તો જ્યારે નવ ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે.