વિરાટ-અનુષ્કાને બોલિવૂડનું પાવર કપલ કહેવામાં આવે છે. ચાહકો પણ બંનેની જોડીને પસંદ કરે છે. ક્યારેક આ જોડી પાપારાઝીના કેમેરામાં કેદ થઈ જાય છે. તો, ક્યારેક બંને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપવા લાગે છે. જોકે, આ વખતે બંને કોઈ અન્ય કારણોસર ચર્ચામાં છે અને તેનું કારણ છે. તેમનું નવું ભાડાનું મકાન. હા, અનુષ્કા અને વિરાટે હાલમાં જ એક નવું ભાડાનું ઘર લીધું છે.