28 C
Ahmedabad
Thursday, October 10, 2024

નર્મદા જિલ્લાના રાજપીપળામાં પંજાબના CM ભગવંત માનનો રોડ શો યોજાયો


વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં રાજ્યભરમાં દરેક પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. દરેક પાર્ટીઓ દેશભરમાંથી પોતાના સ્ટાર પ્રચારકો બોલાવી પ્રચાર કરાવી રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડૉ પ્રફુલ વસાવાના પ્રચાર કરવા માટે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં આમ આદમી પાર્ટી દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતો. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સ્ટાર પ્રચારક તરીકે આવ્યા હતા. નાંદોદ  નગરમાં નીકળેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ભગવંત માને કાફલાને મેઈન બજાર વચ્ચે થોભાવી રેલીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું,  ભગવંત માને જણાવ્યું હતું કે, ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે, પંજાબમાં અમે જે વચનો આપ્યા એ પુરા કર્યા છે. ભાજપ સરકારના રાજમાં આરોગ્યની સુવિધાઓ જેમ કે હોસ્પિટલનો અભાવ, શિક્ષણનું ખાનગી કરણ, રસ્તા, ભ્રષ્ટચાર, પેપર ફૂટ્યા છે અને જનતા ત્રસ્ત બની છે.

ભગવંત માને જણાવ્યું હતું કે, પરિવર્તન માટે સારુ શિક્ષણ, આરોગ્ય, યુવાનોને રોજગારી, સિસ્ટમને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે અને પેપર લિંક રોકવા માટે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે મદદની અપીલ કરી હતી. ગુજરાતમાં સરકાર બનશે કે પંજાબ અને દિલ્હીની જેમ તમાવા વચનો પૂરા કરવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
96SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!