ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટો માટે કરોડપતિઓ અને ગુનેહગારોનો દબદબો રહયો છે. રાજ્યની કોઈ પણ પાર્ટી હોય એમને ટિકિટોની વહેંચણીમાં સક્ષમ ઉમેદવાર કરતાં રૂપિયાવાળા ઉમેદવારની પસંદગી કરી છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિફર્મ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે રિપોર્ટમાં ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ અને ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તેમજ મિલકતનો વિગતો જાહેર થઈ છે. જેમાં પ્રથમ તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારોના સોંગદનામાનું વિશ્લેષણ કરતા સામે આવ્યું કે, 788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો એટલે કે 21 ટકા ઉમેદવારો સામે ગુનાઓ નોંધાયા છે. જ્યારે 167 ઉમેદવારોમાંથી 100 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ છે.
વર્ષ 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારોમાંથી 137 ઉમેદવાર 15 ટકા ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. AAP ના 88 ઉમેદવારો માંથી 32 ઉમેદવારો (36 ટકા) સામે ગુના દાખલ છે. જ્યારે કોંગ્રેસના 89 ઉમેદવારોમાંથી 31 (35 ટકા) સામે ગુના દાખલ છે. આ જ પ્રકારે ભાજપના 89 ઉમેદવારોમાંથી 14 ઉમેદવાર (16 ટકા) સામે ગુના દાખલ BTP ના 14 ઉમેદવારોમાંથી 4 ઉમેદવાર(29ટકા) ઉમેદવાર સામે ગુના દાખલ કરાયા છે. આમ 2022ની ચૂંટણીમાં ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ પણ ગુનાઓ ફેશન હોય એમ ટિકિટો આપી છે. જો કરોડપતિઓની વાત કરીએ તો પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત 2.88 કરોડ છે. 2017માં એ 2.16 કરોડ હતી. સરેરાશ મિલકત પક્ષ પ્રમાણે BJP ના કુલ 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 13.40 કરોડ છે, જ્યારે કોંગ્રેસના 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 8.38 કરોડ અને AAP ના 88 ઉમેદવારોની સરેરાશ મિલકત 1.99 કરોડ છે. આ જ પ્રકારે ભારતીય ટ્રાયબલ પાર્ટીના 14 ઉમેદવારોની સરેરાશ મિલકત 23.39 કરોડ છે.