ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં દરેક પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. દરેક પાર્ટીઓ દેશભરમાંથી પોતાના સ્ટાર પ્રચારકો બોલાવી પ્રચાર કરાવી રહ્યાં છે. ત્યારે શુક્રવારે નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડૉ. દર્શનાબેન દેશમુખના પ્રચાર કરવા માટે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં રોડ શો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં એક બાદ એક સભાઓ ગજવી રહ્યા છે. શુક્રવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નર્મદાના જિલ્લાનું વડુ મથક રાજપીપળા ખાતે પહોંચ્યા હતા અને રોડ શો કર્યો હતો.
રાજપીપળાના સૂર્ય દરવાજાથી આંબેડકર ચોક સુધી અમિત શાહે રોડ શો કર્યો હતો. નર્મદા જિલ્લાની બે બેઠકો નાંદોદ અને ડેડીયાપાડા માટે અમિત શાહ પ્રચાર કર્યો હતો. રોડ શોના રૂટ પર લોકોનોની ભારે ભીડ જોવા મળી હતી. અમિત શાહેએ રેલીને સંબોધન કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના ઉમદવાર ડો. દર્શનબેન દેશમુખને પ્રચંડ બહુમતીથી વિજય બનાવો એવી વિનતી કરવા આવ્યો છું. સમગ્ર ગુજરાતની અંદર દર્શના બેનનો નંબર એક આવવો જોઈએ, બેલેટ પેપરમાં પણ દર્શના બેનનો નંબર એક છે અને ભાજપનો નંબર પણ એક છે. કમળના નિશાન પર મત આપજો અને નિશ્ચિત માનજો કે તમારો એક મત મહાન ગુજરાત અને મહાન ભારતની રચના માટે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરશે.
વધુમાં અમિત શાહે કહ્યું કે, તમારો એક મત દેશની સુરક્ષા માટે છે, તમારો એક મત ગુજરાતનાં ઘરે ઘરે પાણી પહોંચાડવા માટેનો વોટ છે, તમરો એક મત દરેક આદિવાસીઓના ઘરે ગેસનું સિલિન્ડર, શૌચાલય, વીજળી, પીવાનું પાણી પહોચાડવાનો મત છે. નાંદોદ વિધાનસભામાં ડો. દર્શનાબેન દેશમુખને જંગી બહુમતીથી વિજયી બનાવી વિધાનસભામાં મોકલીએ અને નાંદોદ વિધાનસભાનો વિકાસ કરીએ એવી વિનંતી કરવા આવ્યો છું.