34 C
Ahmedabad
Friday, March 29, 2024

નાંદોદમાં ભાજપે બળવાખોર હોદ્દેદારોને સસ્પેન્ડ કરતા કાર્યકરોમાં ખળભળાટ


ગુજરાત ભરમાં પક્ષ વિરૂદ્ધ કામગીરી કરનારને પ્રદેશ ભાજપે સસ્પેન્ડ કર્યા છે. નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા હર્ષદ વસાવા અને એમનો પ્રચાર કરનાર અગાઉ 4 હોદ્દેદારોને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. જે ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યારે બીજેપીમાં ફરી હડકંપ સામે આવ્યો છે, ત્યારે વધુ 3 આગેવાનોને સસ્પેન્ડ કરતાં રાજકારણ ગરમાયું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ બળવો કરનાર કાર્યકરો અને હોદ્દેદારો વિરૂદ્ધ પાર્ટીએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. નર્મદાની નાંદોદ વિધાનસભામાં ભાજપના વધુ 3 હોદ્દેદારો જેમાં નાંદોદ તાલુકા પંચાયત સભ્ય હિતેશ બાલુ વસાવા ઢોલાર, નાંદોદ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભદ્રેશભાઈ દિનેશભાઈ પટેલ, પોઇચા અને ઝરવાણી ગામના સરપંચ સોમાભાઈ રૂપાભાઈ વસાવા આ ત્રણ સભ્યોને સસ્પેન્ડ કરતાં હજુ કેટલાય સસ્પેન્ડ થાય એવી શક્યતાઓથી કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
63SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!