વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલર અને પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ફેન ફોલોઈંગ એટલી બધી છે કે ચાહકો તેની રમતની સાથે તેના અંગત જીવન વિશે પણ જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે. ચાહકો તેની ગર્લફ્રેન્ડ, તેના બાળકો, તેના માતાપિતા તેની લાઈફસ્ટટાઈલ વગેરે જાણવા જોવાનું પસંદ કરે છે. તો ચાલો અમે તમને બતાવીએ કે રોનાલ્ડો તેની માતા સાથે કેવું બોન્ડિંગ ધરાવે છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની માતાનું નામ મારિયા ડોલોરેસ ડોસ સેન્ટોસ એવેરો છે. તેના પુત્રની જેમ રોનાલ્ડોની માતા પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2.9 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. મારિયા અવારનવાર તેના પરિવાર સાથે તેની તસવીરો શેર કરતી રહે છે. ખાસ કરીને તેના ઇન્સ્ટાગ્રામ પર પુત્ર રોનાલ્ડો સાથેના ઘણા ફોટા છે. હવે આ તસવીરમાં જુઓ, કેવી રીતે રોનાલ્ડો અને તેની માતા એકબીજાને ગળે લગાડતા અને થમ્બ્સ અપ કરતા જોવા મળે છે.
રોનાલ્ડોની માતા પણ તેના પૌત્ર-પૌત્રીઓ સાથે ઘણો સમય વિતાવે છે અને તેમની સાથે આનંદ માણે છે. રોનાલ્ડોનો મોટો પુત્ર કે તેની નાની ઢીંગલી મારિયા ઘણીવાર તેની દાદી સાથે મસ્તી કરતી જોવા મળે છે. રોનાલ્ડોની મમ્મી ખૂબ જ શાનદાર છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેની ખૂબ જ સ્ટાઇલિશ તસવીરો શેર કરતી રહે છે. ક્યારેક તે બિકીનીમાં તો ક્યારેક ફૂલ ડ્રેસમાં અદ્ભુત લાગે છે.
બીજી તરફ ફિફા વર્લ્ડ કપ 2022માં ગુરુવારે ઘાના અને પોર્ટુગલ વચ્ચે રમાયેલી મેચમાં રોનાલ્ડોએ આ મેચમાં પહેલો ગોલ કર્યો હતો. રોનાલ્ડોએ આ ગોલ સાથે ઈતિહાસ રચ્યો હતો. તે 5 ફીફા વર્લ્ડ કપ 2006, 2010, 2014, 2018 અને 2022માં ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર બન્યો છે. આ જીત સાથે રોનાલ્ડોની ટીમ વર્લ્ડ રેન્કિંગમાં નવમા નંબર પર પહોંચી ગઈ છે. રોનાલ્ડો ઉપરાંત પોર્ટુગલ માટે બ્રુનો ફર્નાન્ડીઝ અને રાફેલ લિયાઓએ બે-બે ગોલ કર્યા અને મેચ 3-2થી જીતી લીધી.