તાપી જિલ્લામાં વ્યારા અને નિઝર એમ બે બેઠકોનો સમાવેશ થાય છે. આ વખતે બંને બેઠકો પર ત્રિપાંખિયા જંગ બરાબરનો જામશે. આથી આદિવાસી મતદારો, બિન આદિવાસી મતદારો ઉપરાંત ખ્રિસ્તી-બિન ખ્રિસ્તીના સમીકરણોમાં જે ઉમેદવાર ફાવશે તેની જીતનો માર્ગ આસાન થશે. ત્યારે જાણીએ નિઝર બેઠક પર મતદારો કેટલા છે. અને નિઝર બેઠકનું જ્ઞાતિ ગણિત શુ કહે છે.
નિઝર બેઠકનું જ્ઞાતિ ગણિત:-
ગામીત- 112011
વસાવા- 107892
પટેલ- 16966
ભીલ- 6508
સુથાર-લુહાર-7530
એસ.સી- 4372
કોટવાળિયા- 5250
મુસ્લિમ- 8722
અન્ય-સામાન્ય- 13228
તાપી જિલ્લાની નિઝર બેઠક પર સૌથી વધારે ગામીત સમાજના મતદારો છે. એટલે કે ગામીત સમાજના મતદારો જે તરફ વધારે મતદાન કરે તેમની જીત ફાઈનલ માનવામાં આવે છે.