તાપી જિલ્લામાં વ્યારા અને નિઝર એમ બે બેઠકોનો સમાવેશ થાય છે. આ વખતે બંને બેઠકો પર ત્રિપાંખિયા જંગ બરાબરનો જામશે. આથી આદિવાસી મતદારો, બિન આદિવાસી મતદારો ઉપરાંત ખ્રિસ્તી-બિન ખ્રિસ્તીના સમીકરણોમાં જે ઉમેદવાર ફાવશે તેની જીતનો માર્ગ આસાન થશે. ત્યારે જાણીએ વ્યારા બેઠક પર મતદારો કેટલા છે. અને વ્યારા બેઠકનું જ્ઞાતિ ગણિત શુ કહે છે.
વ્યારા બેઠકનું જ્ઞાતિ ગણિત:-
ગામીત- 75625
ચૌધરી- 64065
કોંકણી- 16787
ઢોડિયા- 12573
મુસ્લિમ- 4822
ભીલ- 3922
કોટવાડિયા-3810
હળપતિ-નાયકા- 4512
એસ.સી- 4923
ભરવાડ-આહિર- 2185
પટેલ- 3130
શાહ-જૈન- 2435
મરાઠી- 3022
અન્ય-21191
તાપી જિલ્લાની વ્યારા બેઠક પર સૌથી વધારે ગામીત સમાજના મતદારો છે. એટલે કે ગામીત સમાજના મતદારો જે તરફ વધારે મતદાન કરે તેમની જીત ફાઈનલ માનવામાં આવે છે.