વિધાનસભાની સામાન્ય ચૂંટણીની ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ અન્વયે તાપી જિલ્લામાં આગામી ૧ ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાંથી બાકત ન રહે તે અર્થે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લા સેવા સદનના એસ.પી કચેરી ખાતે 171-વ્યારા વિધાનસભા મત વિસ્તાર માટે પોલીસ કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.
જેમાં કુલ-૪૫૩ પોલીસ કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાં જોડાઇ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. જયારે ૧૭૨ વિધાનસભા મત વિસ્તાર માટે સોનગઢ તથા ઉકાઇ પોલીસ કચેરી ખાતે યોજાયેલ પોસ્ટલ બેલેટ મતદાનમાં ૧૮ પોલીસ કર્મીઓ ૮૬ હોમગાર્ડ અને ૨૫૩ જીઆરડી મળી કુલ-૩૬૦ ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયામાં જોડાયા હતા.