ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીઓને લઈ પૂર્વપટ્ટીના છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતી બોડેલીમાં વડાપ્રધાન મોદી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ જાહેર સભાને સંબોધન કરશે. છોટાઉદેપુર જિલ્લામાં ત્રણેય બેઠકો પર ત્રિપાંખિયો જંગ છે. ત્યારે આ બેઠકો પર કબ્જો મેળવવા પીએમ નરેન્દ્ર મોદી સભાને સંબોધન કરશે. તંત્ર દ્વારા બોડેલી સેવાસદનની બાજુના મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર સભાના સ્થળે મંડપ તેમજ સભા સ્થળની બિલકુલ પાછળના ભાગે ત્રણ હેલિપેડ બનાવવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી