રાજધાની દિલ્હીની આ ક્રાઈમની કહાની વાંચી તમે પણ હચમચી જશો. લગભગ 25 વર્ષ પહેલાં આરોપી પૂનમ દિલ્હી આવી હતી. પૂનમ મૂળ ઝારખંડના દેવધરની રહેવાસી છે. પૂછપરછમાં તેણે પોલીસને જણાવ્યું કે, લગભગ 13 વર્ષની ઉંમરમાં જ તેના લગ્ન બિહારના આરામાં રહેતા સુખદેવ તિવારી સાથે થયા હતા. આ લગ્ન બાદ તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. જ્યારે પૂનમ 14 વર્ષની હતી ત્યારે તેનો પતિ કામની શોધમાં દિલ્હી આવ્યો હતો. એ પછી તે પરત ફર્યો નહીં. પૂનમ 1997માં દીકરી સાથે પતિની શોધમાં દિલ્હી પહોંચી. અહીં તેણે તેના પતિ સુખદેવને ખૂબ જ શોધ્યો, પણ તેન કોઈ પત્તો જડ્યો નહીં.
બીજા પતિનું બીમારીથી મોત
આ દરમિયાન પૂનમના જીવનમાં ત્રિલોકપુરીમાં રહેતા કલ્લુની એન્ટ્રી થઈ. બંનેનો પરિચય વધ્યો અને તેઓ સાથે રહેવા લાગ્યા. કલ્લુની સાથેના સંબંધ બાદ પૂનમે દીકરા દીપક (હત્યાનો આરોપી)ને અને બે દીકરીઓને જન્મ આપ્યો. પૂનમની ચાર વર્ષની દીકરીનું છત પરથી પડી જવાથી મૃત્યુ થયું. કલ્લુને દારુ પીવાની આદત હતી અને તે બેરોજગાર હતો. આ ઘરના ઉપરના માળે વર્ષ 2011માં પૂનમની ઓળખાણ અંજન દાસ સાથે થઈ. એ પછી પૂનમ અંજનની નજીક આવી.
પૂનમ અને અંજન:-
મુલાકાત થયા બાદ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. વર્ષ 2016માં લિવર ફેઈલ થવાથી કલ્લુનું મોત થયુ હતુ. એ પછી પૂનમે અંજન સાથે રહેવાનું શરુ કરી દીધું હતું. બાદમાં પૂનમને જાણવા મળ્યુંકે અંજન તો પહેલેથી જ પરિણિત છે. પહેલી પત્નીથી તેના આઠ બાળકો છે. અંજને પણ કામધંધો બંધ કરી દીધો અને પૂનમના ભરોષે રહેવા લાગ્યો. અંજને પૂનમના દાગીના અને રુપિયા ચોરી કરવાનું શરુ કરી દીધું હતું. આ દાગીના અને રુપિયા તે બિહારમાં રહેતી પોતાની પહેલી પત્ની અને બાળકોને મોકલતો રહ્યો.
દીકરી અને પુત્રવધૂ:-
આ વાતને લઈ પૂનમ અને અંજન વચ્ચે ઝઘડા થતા હતા. બધુ જેમ તેમ તેમના જીવનમાં ચાલતુ હતું. આ દરમિયાન દીકરા દીપકના લગ્ન 2018માં થયા. સાવકા પિતા અંજનની હરકતોથી તંગ આવીને દીકરો પોતાની પત્નીને લઈને કલ્યાણપુરી વિસ્તારમાં અલગ મકાનમાં રહેવા લાગ્યો. આ દરમિયાન માર્ચ-એપ્રિલમાં પૂનમને જાણવા મળ્યું કે તેનો પતિ અંજન છૂટાછેડાવાળી દીકરી અને દીપકની પત્ની પર ગંદી નજર રાખે છે. તે છેડતી અને રેપનો પ્રયાસ પણ કરી ચૂક્યો હતો.