હૈદરાબાદના માર્ગો પર મંગળવારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યાં, જ્યારે હૈદરાબાદ પોલીસે ક્રેન દ્વારા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના બહેન વાય.એસ શર્મિલાની કારને ક્રેન દ્વારા ખેંચીને લઈ ગઈ. આ દરમિયાન શર્મિલા પણ કારમાં હાજર હતા. તેમની અટકાયત પણ કરવામાં આવી હતી. તેનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વાય.એસ શર્મિલાની વાઈએસઆર તેલંગાણા પાર્ટીએ કે.ચંદ્રશેખર રાવ સરકાર વિરુદ્ધ પદયાત્રા શરુ કરી છે. વારંગલમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સમર્થકો અને વાઈએસઆર તેલંગાણા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેથી તેમની થોડા સમય માટે અટકાયત કરવામાં આવી હતી. વારંગલના નરસમપેટમાં નિવેદન આપતા શર્મિલાએ સ્થાનીય TRS ધારાસભ્ય પેડ્ડી સુદર્શન રેડ્ડીની આલોચના કરી હતી. કથીત રીતે તેમના નિવેદનથી કાર્યકર્તાઓ નારાજ થયા હતા અને તેમના પર હુમલો કરી દીધો હતો.