દેશની રાજધાની દિલ્હીના છતરપુરમાં શ્રદ્ધા મર્ડર કેસ પર ચાલી રહેલી બેટી બચાવો મહાપંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. હાઈ વોલ્ટેજ ડ્રામામાં એક મહિલાએ સ્ટેજ પર એક પુરુષને ચંપ્પલથી દે ધનાધન મારવાનું શરૂ કરી દીધી. અંહી હાજર લોકો કંઈ સમજે એ પહેલા મહિલાએ ચપ્પલનો વરસાદ યુવક પર વરસાવી દીધો. શરૂઆતમાં એવું લાગતું હતું કે શ્રદ્ધા મર્ડર કેસને લઈને મહિલાને થોડી નારાજગી હશે અને તે પોતાનો ગુસ્સો કાઢી રહી છે.
પરંતુ જ્યારે વાસ્તવિકતા સામે આવી ત્યારે મામલો કંઈક અલગ જ સામે આવ્યો. હકીકતમાં આ હંગામા પાછળનું કારણ પારિવારિક વિવાદ હતો. તો બીજી તરફ ત્યાં હાજર લોકોએ કહ્યું કે, આ બધું મહાપંચાયતને બગાડવાનું ષડયંત્ર છે. મહિલાએ જાણી જોઈને આ તક પસંદ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ મહિલાનું કહેવું છે કે તેની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અને જેમાં સ્ટેજ પર હાજર પુરુષના પુત્રએ તેની પુત્રી સાથે બળજબરીથી લગ્ન કર્યા હતા. જેથી મહિલા ગુસ્સે હોવાનું સામે આવ્યું છે. હાલ તો યુવકને ચંપ્પલથી માર મારવાનો વીડિયો સોશ્યિલ મીડિયામાં ખૂબજ વાયરલ થઈ રહ્યો છે.