સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં હાલ ચૂંટણીમાં ત્રિપાંખીય જંગ રમાઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસ દ્વારા નસવાડી, સંખેડા અને બોડેલી તાલુકામાં ભવ્ય રેલી યોજી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. નસવાડી નગરમાં કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ભીલની ભવ્ય રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ડી.જે ના તાલે સંગીત વાગે છે કે, એક જ ચાલે ધીરુભાઈ ચાલે ગીત સાથે લોકો ઝૂમી ઉઠયા હતા. ધીરુભાઈ ભીલ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરતા લોકોએ આવકાર આપ્યો હતો. ધીરુભાઈ ભીલે આ વખતે 139 સંખેડા વિધાનસભાની સીટ પર કોંગ્રેસ ભારે મતની લીડથી વિજય થશે.
કાર્યકર્તાઓએ વધુમાં જણાવ્યું છે કે આ વખતે 139 સંખેડા વિધાનસભાના ઉમેદવાર શાંત સ્વભાવના ધીરુભાઈ ભીલની પ્રચારની રેલીમાં મહિલાઓ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં રેલીમાં ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યાની લીડથી વિજય થશે અને આ વખતે 139 સંખેડા વિધાનસભાના ઉમેદવાર ધીરુભાઈ ભીલને જંગી મત આપી વિજય થશે.