રાજ્યામાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ગુરૂવારે કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચૂંટણીના આ અવસર વચ્ચે તાપી પોલીસની સહારાનીય કામગીરી સામે આવી છે. તાપી પોલીસ અધિક્ષકની સૂચનાથી તાપી પોલીસના કર્મચારીઓ વાય.એસ. સિરશાઠ, નરેશ પાંચાણી, હરદિપસિંહ, દિલીપ શિવા, યાબેશ, સોમનાથ વળવી, રાજેન્દ્ર યાદવરાવ, દાઉદ ઠાકોર, આનંદભાઈ, દિગ્વિજયસિંહ, બેડકી નાકા પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન સ્વિફ્ટ ગાડીને રોકવા જતા ગાડી ચાલક ભાગવા લાગ્યો હતો. જે બાદ ભાગી રહેલા શખ્સોની પોલીસે પીછો કરી સોનગઢ આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસેથી ઝડપી લીધા હતા. જે બાદ ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા તેમણે પોતાના નામ શેહબાઝ રઝાક પીંજારી, નઈમ અખતર મોબીન અહમદ અન્સારી જણાવ્યું હતું.
પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે પંદર કિલોથી વધુનો ગાંજો કબ્જે કરી. આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.