સૌરાષ્ટ્રની 48 સહિત ગુજરાતની 89 બેઠકો માટે ગુરુવારે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પર સુંદરપુરા ગામે કોંગ્રેસના ઉમેદવાર હરેશ ભાઈ વસાવા, અપક્ષ ઉમેદવાર હર્ષદ ભાઈ વસાવાએ પરિવાર સાથે મતદાન કહ્યું હતું. જ્યારે ભાજપના ઉમેદવાર ડો.દર્શના બેન દેશમુખે રાજપીપળામાં હરસિધ્ધિ માતાના દર્શન કરી અબુભાઈ પુરાણી ખાતે મતદાન કર્યું હતું.