શહેરા ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડ પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા. પ્રચાર દરમ્યાન તેઓ મતદારોને કહી રહ્યા છે કે, અત્યારે તમારે જેમ કરવું હોય એમ કરો. પરંતુ આઠ તારીખ પછી મારી વારી શરૂ થશે. તેમણે વધુમાં કહ્યું કે, તમારે જ્યાં વોટ નાખવા હોય ત્યાં નાખો તેની છૂટ છે. મને કંઈ ફરક પડવાનો નથી. પરંતુ આઠ તારીખે જ્યારે રિઝલ્ટ આવે પછી મારો વારો શરૂ થશે.
વર્ષ 2027 સુધી જેઠા ભરવાડ ધારાસભ્ય છે અને રહેશે. તેમ જેઠા ભરવાડ મતદારોને કહી રહ્યા હોય તેવો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં સાફ સાફ લાગી રહ્યું છે. જેઠા ભરવાડ મતદારોને ધમકી આપી રહ્યા છે. આઠ તારીખ પછી મારો વારો શરૂ થશે તેવું નિવેદન આપી જેઠા ભરવાડ શુ સાબિત કરવા માગે છે. શુ મતદારોને જેઠા ભરવાડ ડરાવી રહ્યા છે ? શુ જેઠા ભરાવડ મતદારો સાથે દાદાગીરી કરી રહ્યા છે ? કે પછી મતદારોને ધાક ધમકી આપી ડરાવી ધમકાવીને મત માંગી રહ્યા છે.