દેશમાં ચાલુ રવિ સિઝનના પ્રથમ બે મહિનામાં ઘઉંનું વાવેતર 5.36 ટકા વધીને 211.62 લાખ હેક્ટર્સ થયું છે. ખાસ કરીને રાજસ્થાન, બિહાર, અને ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ વાવતેર વધ્યું છે. ઓક્ટોબરમાં મુખ્ય રવિ પાક ઘઉંનું વાવતેર શરૂ થાય છે. અને માર્ચ એપ્રિલમાં પાકની લણણી થાય છે. આ સીઝનમાં ઘઉં, ચોખા, અને કઠોળ ઉપરાંત અડદ, તેલિબિયાં જેમ કે મગફળી અને સરસવનું પણ વાવેતર થાય છે.
કૃષિ મંત્રલય દ્વારા જારી કરાયેલા ડેડા અનુસાર ચાલુ રવિ સિઝન દરમિયાન કુલ 211.62 લાખ હેક્ટર્સ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 200.85 લાખ હેક્ટર્સ વાવેતર થયું હતું. રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, અને પંજાબમાં સૌથી વધુ વાવેતર થયું છે. ચાલુ રવિ સિઝનના પ્રથમ બે મહિના દરમિયાન 10.62 લાખ હેક્ટર્સમાં ચોખાનું વાવેતર થયું છે જે ગત વર્ષે 9.53 લાખ હેક્ટર્સ હતું.