રાજધાની દિલ્હીનો બહુચર્ચિત શ્રદ્ધા મર્ડર કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે..ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યારા આફતાબે ચાઈનીઝ છરાથી શ્રદ્ધાની લાશના ટૂકડા કર્યા હતા. સાથે જ પોલીસે આફતાબના ફ્લેટ પરથી કેટલાંક ધારધાર હથિયારો જપ્ત કર્યા હોવાનો દાવો કર્યો છે. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે શ્રદ્ધાની લાશના ટૂકડા કરવા માટે આફતાબે તિક્ષ્ણ ધારવાળા છરોનો ઉપયોગ કર્યો હતો.
આફતાબ પર સકંજો :-
શ્રદ્ધા હત્યાકાંડમાં રોજે રોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે પોલીસે આ મામલે દાવો કર્યો છે કે આફતાબના ઘરેથી કેટલાંક હથિયારો કબજે કરવામાં આવ્યા છે. જેનો ઉપયોગ તેણે લાશના ટૂકડા કરવા માટે કર્યો હતો. સાથે જ પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે આ હથિયારો 18 મે પહેલાં તો નહોતા ખરીદ્યા ને. જો આ વાત સાબિત થઈ જાય છે કે હથિયાર હત્યા પહેલાં ખરીદવામાં આવ્યા તો એ પણ સાબિત થઈ જશે કે આફતાબે ષડયંત્ર રચીને પ્લાનિંગથી હત્યા કરી હતી. જો કે, આફતાબ સતત એવું કહી રહ્યો છે કે તેણે ગુસ્સામાં હત્યા કરી હતી.
શ્રદ્ધાનો મોબાઈલ પાસે રાખ્યો:-
મળતી માહિતી અનુસાર શ્રદ્ધાની હત્યાના કેટલાંક મહિનાઓ બાદ પણ આફતાબે તેનો મોબાઈલ ફોન પોતાની પાસે રાખ્યો હતો. મુંબઈ પોલીસે જ્યારે આફતાબની પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે પણ શ્રદ્ધાનો મોબાઈલ ફોન આફતાબ પાસે હતો. બાદમાં તેણે એ મોબાઈલ ફોન દરિયામાં ફેંકી દીધો હતો. પોલીસને શંકા છે કે, આફતાબ તપાસમાં ગોળ ગોળ ફેરવી રહ્યો છે. પોલીસને પણ આફતાબની કેટલીક વાતો પર વિશ્વાસ નથી. તે વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યો છે. પરંતુ પોલીસ માટે કહેવાય છે કે, ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ન હોય તે એકને એક દિવસ પોલીસ સકંજામાં આવીજ જતો હોય છે. અને આ કેસમાં પણ ગુનેગાર પોલીસ સકંજામાં આવી જતા હવે દરેક બાબતનો પર્દાફાશ થશે.