30 C
Ahmedabad
Friday, March 29, 2024

પહેલા તબક્કામાં આદિવાસી વિસ્તારોમાં ભારે મતદાનથી ભાજપને લાભ થશે કે નુકસાન ?


રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન ફર્સ્ડ  ડિસેમ્બરના રોજ પૂર્ણ થયું છે. 19 જિલ્લાઓમાં 89 બેઠકો ઉપર 788 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ થઈ  છે ત્યારે સૌથી વધારે મતદાન આદિવાસી વિસ્તારોમાં નોંધાયું છે.  જેમાં પણ નર્મદા, તાપી અને ડાંગમાં સૌથી વધુ મતદાન થયું છે. આ મતદાન ભારતીય જનતા પાર્ટી માટે લાભ કરતાં સાબિત થશે કે નુકસાન કરતા તે અંગે સતત ચર્ચાઓ ચાલી રહી છે.

પહેલા તબક્કામાં વર્ષ 2017ની સરખામણીએ ત્રણ ટકા મતદાન ઓછું થયું છે. નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા,  તાપીમાં 76.91 ટકા નવસારીમાં 71.6 ટકા મતદાન થયું છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં આદિવાસીઓએ પણ મતદાનનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો હતો. જે બાબત પણ ઉમેદવારો માટે સ્થાન ગણાવી શકાય છે. આંકડાઓ અનુસાર દસ  જિલ્લાઓમાં 60 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે છ જિલ્લાઓમાં 60 ટકાથી ઓછું મતદાન થયું છે.

એક તરફ આદિવાસીની કેટલીક બેઠકો કોંગ્રેસ માટે તેનું ગઢ ગણવામાં આવે છે. જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને સાતમી વખત પોતાની સરકાર બનાવીને એક નવો ઇતિહાસ રચવો છે. ક્યારે આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી,  ભારતીય ટ્રાઇબલ પાર્ટી, સમાજવાદી પાર્ટી સહિતના અન્ય 36 રાજકીય પક્ષોએ જુદી જુદી સીટો ઉપરથી ઉમેદવારોને ઉતાર્યા હતા. ત્યારે હવે કોણ વિજેતા બનશે એ તો પરિણામના દિવસ જ ખબર પડશે. પરંતુ સ્થાનિક લોકમાં એ પણ ચર્ચા ચાલી રહી છે. કે ભાજપ હોય કે કોંગ્રેસ પાર્ટી હોય સત્તા પર આવ્યા પછી કોઈ પાર્ટી આદિવાસી વિસ્તારમાં વિકાસ કરતી નથી. તે છતાં આદિવાસીઓ મતદાનને એક અવસર સમજીને મતદાન કરી દેતા હોય છે. ત્યારે કોઈ પણ પાર્ટી હોય સત્તામાં આવ્યા પછી આદિવાસી વિસ્તારમાં વિકાસ કરવો પણ જરૂરી છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
63SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!