રાજધાની દિલ્હીના તિલકનગરમાં એક વ્યક્તિએ પોતાની લિવ ઈન પાર્ટનરની ક્રૂર હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. હત્યારાએ મહિલાના જડબા, ગળા અને હાથ પર ચાકૂના ઘા મારીને હત્યા કરી નાખી હતી. અને પછી ફરાર થઈ ગયો બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘરમાંથી લાશનો કબજો મેળવ્યો હતો. મહિલા અહીં ભાડાના મકાનમાં રહેતી હતી. મૃતકનું નામ રેખા રાની છે અને આરોપીનું નામ મનપ્રીત છે. રેખાની 16 વર્ષની એક દીકરી પણ છે, જે તેની સાથે રહેતી હતી. પોલીસને શંકા છે કે શ્રદ્ધા મર્ડર કેસથી તેણે પ્રેરણા લઈને હત્યા કરી હતી. તે રેખાના ટૂકડા કરવા માગતો હતો, પરંતુ ઘરમાં રેખાની દીકરી હોવાથી તે આવું કરી શક્યો નહીં.
પ્રેમિકાની હત્યા કરી છૂટકારો મેળવવો હતો
આરોપી દિલ્હીમાં સેકન્ડ હેન્ડ કાર્સનું લે વેચનું કામ કરે છે. તેના પિતા યુએસમાં રહે છે. તેના લગ્ન 2006માં થયા હતા. તેને બે દીકરા છે પરંતુ 2015માં તે રાની નામની મહિલાના સંપર્કમાં આવ્યો હતો. એ પછી મનપ્રીતે ગણેશનગર વિસ્તારમાં એક મકાન ભાડે લીધુ હતુ. જેમાં તે રેખા સાથે લિવ ઈન પાર્ટનર તરીકે રહેતો હતો. ધીરે ધીરે તેને લાગ્યું કે હવે તે સંબંધમાં ફસાઈ ચૂક્યો હોવાનું અનુભવી રહ્યો હતો. એટલા માટે તેણે રાનીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો.
ભાડાના મકાનમાં રહેતી પ્રેમિકા
35 વર્ષીય રાની પંદર વર્ષથી પોતાની દીકરી સાથે ભાડના મકાનમાં રહેતી. હત્યા બાદ પોલીસ ત્યાં પહોંચી તો તેના ઘરના દરવાજે તાળુ મારેલું જોવા મળ્યું હતું. પોલીસે દરવાજો તોડ્યો અને અંદર પ્રવેશ કર્યો તો રાનીની હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી હતી. મહિલાની દીકરીને ખબર નહોતી કે તેની માતાની હત્યા કરી દેવામાં આવી છે. તેને એવું લાગ્યું કે તેની માતા દવા ખાઈને ઘરમાં આરામ કરી રહી છે.