વિરમગામમાં લગાવાયેલા પોસ્ટરમાં લખાયું છે કે, જે પોતાના સમાજનો ન થયો, તે વિરમગામો શું થશે ? કેટલાક પોસ્ટર પર લખ્યું છે કે, હાર્દિક પટેલ જાય છે. વિરમગામમાં લાગેલા આ પોસ્ટર પર પાટીદાર અનામત આંદોલન સમિતિ લખેલું છે. આ પોસ્ટર કોણે લગાવ્યા અને ક્યારે લગાવ્યા તે સ્પષ્ટ નથી, પરંતુ તેના પર એ જ સંસ્થાનું નામ છે, જેના પોસ્ટર બોય એક સમયે હાર્દિક પોતે હતા. કેટલાક પોસ્ટરમાં તો ત્યાં સુધી લખ્યું છે કે, ‘ગમે તે જીતે હાર્દિક હારવો જોઈએ.’ હાર્દિક પટેલ સતત પોતાના વિરમગામ ક્ષેત્રમાં સક્રિય છે. ટિકિટની જાહેરાત થયા પહેલાથી તે ત્યાં સક્રિય છે. કોંગ્રેસે હાર્દિકની સામે વર્તમાન ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને રિપીટ કર્યા છે, તો આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરને ટિકિટ આપી છે. આમ, હવે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ થઈ ગયો છે.