ભારતીય જનતા પાર્ટી જાતિ મુજબની જનગણનાના વિરોધમાં છે. તો કોંગ્રેસ સહિત અનેક વિરોધી પક્ષોએ જાતિ મુજબની જનગણનાને સમર્થન આપ્યું હોવાનું કહેવાય રહ્યું છે. સાત ડિસેમ્બરથી સંસદનું શિયાળું સત્ર ચાલું થઈ રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને દરેક રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ તૈયાર કરી લીધી છે. કોંગ્રેસ પક્ષે કેન્દ્રની મોદી સરકારને મોંધવારી, બેરોજગારી, ક્ષિક્ષણ, ચીન સરહદ સહિત આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આરક્ષણ સહિત જાતીય જનગણના જેવા મુદ્દાઓને લઈ શિયાળું સત્રમાં ઉઠાવે એવી શક્યતા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના કહેવા મુજબ કોંગ્રેસ જાતિય જનગણનાના સમર્થનમાં છે.
ઈડબ્લ્યુએસના આરક્ષણનો મુદ્દો પણ કોંગ્રેસ સત્રમાં ઉઠાવવાની છે કેન્દ્ર સરકાર જાતીય જનગણનાના વિરોધમાં છે ત્યારે અનેક વિરોધી પક્ષ તેને સમર્થન આપી રહી છે, જેમા કોંગ્રેસ પણ છે. બિહારની નીતિશની સરકાર કે જેમાં કોંગ્રેસ પણ છે, તેઓ જાતિ આધારિત જનગણના કરાવી રહી છે. ઝારખંડ સરકાર જયાં કોંગ્રેસ છે, તેમણે પણ જાતિ આધારિત જનગણનાને સમર્થન આપ્યું છે. રાજકીય પાર્ટીઓ કે જેમની વોટ બેંક ઓબીસી જાતિ અને દલિત જાતી છે, તેઓ જાતિ આધારિત જનગણનાના સમર્થનમાં છે. કોંગ્રેસ ઓબીસી અને એસસી અને એસટીની વોટ બેંકને તેમની સાથે જોડવા માગે છે, જે લાંબા સમયથી તેમનાથી દૂર થઈ ગઈ છે. હાલ આ જાતિઓ ભાજપને સમર્થન આપી રહી હોવાનું કહેવાય રહ્યું છે. તેથી આ દિશામાં કામ કરતા વિપક્ષી દળોની સરકારે પોતાના રાજ્યમાં આરક્ષણની સીમા વધારી છે, જેથી કરીને ઓબીસી અને દલિત વોટ બેંક મેળવી શકાય અને બીજેપીના તેમના હિતની આડે આવનારી પાર્ટી ગણાવી શકાય. શિયાળુ સત્રમાં કોંગ્રેસ આ મુદ્દાઓ ઉઠાવી 2024ની ચૂંટણી પહેલા દેશભરમાં પોતાની તરફ માહોલ બનાવવાના પ્રયાસમાં હોવાનું માનવામાં આવે છે.