બીજા તબક્કામાં ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન શરૂ થયું છે. તેમજ અનેક વિસ્તારોમાં મતદારોની લાઈનો લાગી છે. 93 બેઠકોમાંથી 74 સામાન્ય તો 6 એસ.સી. અને 13 એસ.ટી. બેઠક છે. કુલ 2.51 કરોડ મતદારોમાંથી 1.22 કરોડ મહિલા છે. ત્યારે સંખેડાના 139 વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ભીલે મતદાન કર્યું હતું.
102 વર્ષના પોતાના માતૃશ્રીના આશીર્વાદ લીધા બાદ તેમણે મતદાન કર્યું હતું. સાથે તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જિનની સરકારનું એક એન્જિન આ વખતે છૂટુ પડી જશે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતની પ્રજા મોંઘવારી, બેરોજગારીથી કંટાળી ગઈ છે. એટલે આ વખતે રાજ્યની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. એટલે જ આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તે નક્કી છે તેમ જણાવ્યું.