બીજા તબક્કામાં ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન શરૂ થયું છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામમાં 34 વિધાનસભાની બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જ્યાં વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં ખાસ કરીને યુવાનો, યુવતીઓ, સિનિયર સિટીઝનો મતદાન કરવા ઉત્સાહ બતાવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
તો બીજી તરફ પી.એસ.આઇ. ડી.ડી.રાઠોડ સાહેબનાં માર્ગદર્શન હેઠળ અન્ય પોલીસ કર્મચારીઓ અને પોલીસના જવાનો, તેમજ હોમગાર્ડના જવાનો કામે લાગ્યા હતા. પીએસઆઇ. ડી.ડી. રાઠોડ સાહેબે મતદારોને મુશ્કેલી ન પડે તેમજ ચૂંટણીમાં આચાર સંહિતાનો ચુસ્ત રિતે અમલ થાય તેવી રીતે કામ કરવાની પોલીસ સ્ટાફને સલાહ આપી હતી.