ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી સોમવારે પૂર્ણ થઈ છે. બીજા તબક્કામાં 93 બેઠકો પર લોકોએ વોટ આપ્યા હતા અને સરેરાશ 60 ટકા મતદાન થયું છે. મતદાન પૂર્ણ થતા જ બધાની નજર જુદી જુદી ટીવી ચેનલો અને રિસર્ચ એજન્સીઓના એક્ઝિટ પોલ પર હતી. આમ તો ભૂતકાળમાં મોટા ભાગના એક્ઝિટ પોલ ખોટા પડવા માટે બદનામ છે. છતાં મતગણતરી થાય અને વાસ્તવિક આંકડા આવે તે અગાઉ લોકોને એક્ઝિટ પોલના તારણો જાણવાની પણ ઇંતજારી રહે છે. આપને જણાણી દઈએ કે, એક્ઝિટ પોલ કોઈ પરિણામ નથી. એક્ઝિટ પોલ એ જુદી જુદી ચેનલો દ્વારા સર્વે કરવામાં આવતું હોય છે. અને તેના આંકડાઓ રજુ કરવામાં આવતા હોય છે. ત્યારે નજર કરીએ એક્ઝિટ પોલના આંકડાઓ પર
એબીપી-સીએસબીએસ:-
ભાજપ- 125-130
કોંગ્રેસ- 40- 50
આપ- 3-5
અન્ય-3-7
ઈન્ડિયા ન્યૂઝ-જન કી બાત :-
ભાજપ- 117-148
કોંગ્રેસ- 51-34
આપ- 13-6
અન્ય – 1-2
રિપબ્લિક-પી માર્ક :-
ભાજપ- 128- 148
કોંગ્રેસ- 30-42
આપ- 2-10
અન્ય- 0-3
ન્યૂઝ-18 :-
ભાજપ- 132
કોંગ્રેસ- 38
આપ- 07
અન્ય- 05
ટાઈમ્સ નાઈ-ઈટીજી :-
ભાજપ- 131
કોંગ્રેસ-41
આપ- 06
અન્ય- 04