36 C
Ahmedabad
Thursday, April 25, 2024

ભાજપ સામે ઊભો છે ‘યુનિફોર્મ સિવિલ કોડ’ નામનો પડકાર, શું કહે છે બંધારણ ?


ચૂંટણીના માહોલમાં હાલ યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વર્ષે સાત રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ છે, જેમાં બીજેપીએ UCCના નામે વોટ માંગ્યા હતા. 2023માં પણ નવ રાજ્યોમાં વિધાનસભા અને 2024માં લોકસભાની ચૂંટણી થવાની છે. ત્યારે આ મુદ્દાને કારણે રાજકારણ ગરમાવાની શક્યતા પૂરેપૂરી છે.  ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું બીજેપી શાસિત રાજ્ય છે. જેણે UCC માટે સમિતિ રચવાનો નિર્ણય લીધો છે. હાલમાં ગોવા દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં સમાન નાગરિક સંહિતા લાગુ છે.

ભાજપ હંમેશા દલીલ કરે છે કે, સમાન નાગરિક સંહિતા વિના દેશમાં જાતિ સમાનતા સ્થાપિત કરવાની વાત નિરર્થક છે. ભારત જેવા વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશમાં સમાન નાગરિક સંહિતા લાવવી એ ભાજપ માટે મોટો પડકાર છે. વાસ્તવમાં બંધારણના ભાગ ચારમાં યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ છે. પરંતુ બંધારણના ભાગ ત્રણ મુજબ દરેક નાગરિકના મૂળભૂત અધિકારોના અમલ માટે સરકાર બંધનકર્તા છે. બંધારણના ભાગ ચારમાં ઉલ્લેખિત નીતિ નિર્દેશ તત્વોને લાગુ કરવા તે સરકારને બંધનકર્તા નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
74SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!