25 C
Ahmedabad
Saturday, April 20, 2024

કેવિકે વ્યારા ખાતે “વિશ્વ જમીન દિવસ” અંતર્ગત પ્રાકૃતિક ખેતી થકી જમીનની જાળવણી વિષય ઉપર તાલીમ યોજાઇ


ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્રમાં તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ “વિશ્વ જમીન દિવસ”ની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક ખેતી થકી જમીનની જાળવણી વિષય ઉપર તાલીમ યોજાઇ હતી. કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૫૫ ખેડૂત ભાઇઓ અને બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહી તાલીમ થકી માર્ગદર્શન મેળવ્યું હતું.  આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવે દ્વારા ખેડૂત મહિલાઓના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. તેમણે કૃષિ અને સામાજીક ક્ષેત્રે મહિલાઓના યોગદાનો ઉદાહરણો આપી વિસ્તૃત રીતે સમજાવ્યા હતા. વધુમાં તેમણે જમીન જાળવણીના મહ્ત્વ વિશે સમજાવી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને આગળ વધવા હાંકલ કરી હતી.

કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડયા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને આવકારી કાર્યક્રમનું મહત્વ સમજાવ્યુ હતુ. વધુમાં તેમણે જમીનની પોષકતા દિવસે-દિવસે ઘટતી જોવા મળે છે એના વિશે ચિંતા વ્યકત કરી હતી અને  વિશ્વ જમીન દિવસ નિમિત્તે તાપી જિલ્લાના ખેડૂતોને જમીનની ગુણવત્તા સુધારવા અંગે માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી અંગે પ્રોત્સાહિત કર્યા હતા.

જિલ્લા ખેતી અધિકારીશ્રી ચેતન ગરાસીયા દ્વારા જમીનની જાળવણી માટે રસાયણીક ખાતરોનો ઉપયોગ ઘટાડવા તેમજ જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જરૂરીયાત મુજબ જ ખાતરોનો ઉપયોગ કરવા અને ઇકો સિસ્ટમની જાળવણી કરવા અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.

ડો. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા બાગાયતી પાકોમાં વધુ ઉત્પાદન મેળવવા માટે “ જમીન જાળવણીનું મહત્વ” વિષય ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ડો. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તણ શિક્ષણ) દ્વારા જમીન ચકાસણીની પધ્ધતિઓ વિડીયો ફિલ્મના માધ્યમથી ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શ્રી એ. કે. પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા-તાપી,ડૉ. સ્મીત લીંન્ડે, હેડ, સેંટર ઓફ એક્સીલન્સ ઇન એક્વાક્લ્ચર, ઉકાઇ અને કેવિકેના વૈજ્ઞાનિકશ્રી સહિત ખેડૂત ભાઇ બહેનોઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ ડો. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુવિજ્ઞાન) દ્વારા કરવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
70SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!