પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ ચૂંટણી દરમિયાન ગેરકાયદે હથિયારના કેસો શોધી કાઢવા તેમજ એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી કરવા તાપી SOGને સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને જે.બી આહિર અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન વિપુલભાઈને ખાનગી રાહે બાતમી મળતા કાળીકાકર ડુંગરના રીઝર્વ ફોરેસ્ટમાં વન્ય પ્રાણીનાં શિકાર માટે નિકળેલા ત્રણ ઈસમો SOGના સકંજામાં આવી ગયા હતા.
આરોપીઓ નામ:-
વિજય મોહનભાઈ કોંકણી
રાકેશભાઈ મોહનભાઈ કોંકણી
સચીનભાઈ શંકર કોંકણી
આ તમામ શખ્સ ગેરકાયદે દેશી બનાવટની સીંગલ બેરલ જેની કિંમત અંદાજે દસ હજાર ગણવામાં આવે છે. જે તેમની પાસેથી મળી આવી હતી. તેઓ આ દેશી બનાવટની બંદૂક લાયસન્સ કે કોઈ પમ પરમીટ વગર રાખતા હતા. જેની માહિતી મળતા SOGના કર્મચારીઓ એટલે,
કામગીરી કરનાર કર્મચારી:-
જે.બી.આહિર
સોમનાથ સંભાજી
આનંદ ચેમા
રાજેન્દ્ર યાદવ
દાઉદ ગામીત
વિપુલ ચૌધરી
દિગ્વીજયસિંહ કોદરસિંહ રાઠોડ
વિજય બબાભાઈ
આ તમામ કર્મચારીઓએ આરોપીઓને ઝડપી પાડી ,તેમની પાસેથી દેશી બનાવટની બંદૂક જપ્ત કરી આર્મ્સ એક્ટની કલમ અનુસાર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.