કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી ઈન્સિસ્ટયુટ, ગુજરાત સરકાર, અને બાજીપુરાના સંયુક્ત ઉપક્રમે ડોલવણના ચાકધરા ગામે રેકઝીન બેગ મેકિંગ વિષય પર દ્વિમાસિક વ્યવસાયિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાકધરા ગામની 30 જેટલી આદિવાસી યુવા મહિલાઓએ ભાગ લીધો હતો.
જે કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના ગૃહ વૈજ્ઞાનિક પ્રો.આરતી એન સોનીએ ઉદ્યોગ સાહસિકતા વિકાસ પર ભાર મુક્યો હતો. તેમજ દરેક તાલીમાર્થીઓને વિસ્તૃતમાં રોજગારલક્ષી પ્રવૃતિ શરૂ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ રેકઝીન મટીરીયલમાંથી વિવિધ આર્ટીકલ્સ જેવા, શોપિંગ બેગ, પર્સ ટ્રાવેલિંગ બેગ, શેવિંગ કીટ, પાઉચ, વોટર બોટલ બેગ, સાઈડ પર્સ, કોલેજ બેગ વગેરે તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ દ્વારા શીખવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમાં નવસારીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એન.એમ. ચૌહાણે મુલાકાત લીધી હતી. અને તેમણે તાલીમાર્થીઓને ગૃહઉદ્યોગ શરૂ કરવા માટે પ્રોતસાહિત કર્યાં હતા. કેવિકે વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી.ડી. પંડ્યાએ તાલીમ દરમ્યાન ઉપસ્થિત રહી રોજગારી લક્ષી પ્રવૃતિ શરૂ કરવા પર ભાર મુક્યો હતો.