તોફાની બેટિંગથી જાણીતા વિરેન્દ્ર સેહવાગનો દીકરો આર્યવીર હવે મેદાનમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. વિરેન્દ્ર સેહવાગના દીકરા આર્યવીરની દિલ્હી ક્રિકેટની અંડર 16 ટીમમાં પસંદગી થઈ છે. વિરેન્દ્ર સેહવાગના દીકરા આર્યવીરની ઉંમર હજુ 15 વર્ષ છે અને તે પહેલી વખત કોઈ મોટા સ્તરની ટીમમાં સામેલ થયો છે.
વિરેન્દ્ર સેહવાગના દીકરા આર્યવીરને વિજય મર્ચન્ટ ટ્રોફી માટે દિલ્હી ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે આર્યવીરને હજુ સુધી પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી નથી. આર્યવીર પણ તેના પિતાની જેમ વિસ્ફોટક બેટિંગ કરે છે. આવી સ્થિતિમાં ચાહકોને ફરી એકવાર મેદાન પર તેમના ફેવરિટ વીરેન્દ્ર સેહવાગની ઝલક જોવા મળી શકે છે