બિગબૉસ ફેમ ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. હિના પોતાના ફેન્સ માટે અવારનવાર પોસ્ટ શેર કરે છે, પરંતુ અભિનેત્રીની લેટેસ્ટ પોસ્ટ જોઈને ફેન્સ પરેશાન થઈ ગયા છે. હિના ખાને પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક ક્રિપ્ટિક પોસ્ટ કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. આ પોસ્ટથી લાગે છે કે, તેની સાથે કોઈએ વિશ્વાસઘાત કર્યો છે અને અભિનેત્રીનું દિલ તૂટ્યું છે.
હિના ખાને બે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. પ્રથમ પોસ્ટમાં હિના લખે છે કે, જે લોકો તમારી સાથે વિશ્વાસઘાત કરે છે, તેમના પર અંધવિશ્વાસ કરવા માટે ખુદને માફ કરો. ક્યારેક સાચા માણસ ખોટું નથી જોઈ શકતા.
પોતાની અન્ય પોસ્ટમાં હિના લખે છે કે, વિશ્વાસઘાત એકમાત્ર સચ્ચાઈ છે, જે યથાવત રહે છે. હિના ખાનને કોણે દગો આપ્યો છે અને તેણીએ કેમ આવી પોસ્ટ કરી છે? તે તો નથી જાણી શકાયું, પરંતુ અભિનેત્રીની આ પોસ્ટ જોઈને ફેન્સ હેરાન ચોક્કસ થઈ ગયા છે.