કેશોદ પંથકના જોનપુરના ખેડૂત રાકેશભાઈ બાવાભાઈ જીલડીયા માલિકીના શ્યામ ઓર્ગેનિક ફાર્મના નામથી 80 વીઘા ખેતીની જમીનને ઝેર મુક્ત કરવા છેલ્લા 6 વર્ષથી સુભાષ પાલેકર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી ઓર્ગેનિક ખેતી કરે છે હાલ તેમણે હળદર એરંડા શેરડી ઘઉં જેવા પાકોનું વાવેતર કર્યું છે તેમણે સાલ 2021માં વડોદરાની લેબોરેટરીમાં જમીનનું પૃથ્થકરણ કરાવતા અને મળેલ સર્ટિફિકેટ ગોપકાના અધિકારીઓને બતાવતા તેમના જણાવ્યા પ્રમાણે જમીનમાં જુદા જુદા પ્રકારના ઝેરી રસાયણ ન હોવાનું બહાર આવ્યું હતું. ખેડૂતના કેવા પ્રમાણે ઓર્ગેનિક જેથી કરવાથી વર્ષે રસાયણી ખાતર દવાનો વપરાશ ન થતાં 4 લાખ જેવી બચત થાય છે ચાલુ વર્ષે જુદા જુદા પાકનું વાવેતર કરતા 40 લાખ જેવી આવક ઊભી કરી છે ખેડૂતે જામ કંડોરણામાં યોજાયેલ શિબિરમાં ભાગ લેતા ઓર્ગેનિક ખેતી કરવા પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું. ખેડૂત દ્વારા કરાતું ઉત્પાદન ઓર્ગેનિક મોલ અને જાગૃત ગ્રાહકો સુધી સીધું વેચાણ થઈ જાય છે આ ખેતી કરવાથી ખર્ચમાં ઘટાડો થાય છે આ ઉપરાંત ઉત્પાદન પણ સારી ગુણવત્તા વાળું મળે છે