તારીખ 8 ડિસેમ્બર, 1935ના દિવસે જન્મેલા એક્ટર ધર્મેન્દ્ર આજે 87 વર્ષના થયા છે. ત્યારે ધર્મેન્દ્રના પત્ની હેમા માલિનીએ તેઓને કેક ખવડાવી છે. કેક કટિંગ સેરેમનીમાં ઘણાં લોકો જોવા મળી રહ્યા છે અને હેમા માલિની ધર્મેન્દ્રને કેક ખવડાવતા જોવા મળી રહ્યા છે.
તારીખ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં જન્મેલા ધર્મેન્દ્રનું પૂરું નામ ધરમ સિંહ દેઓલ છે. તેમના પિતા શિક્ષક હતા અને શિસ્તબદ્ધ હોવાને કારણે ધર્મેન્દ્રએ ક્યારેણ પણ પિતાને એવું જણાવ્યું નહોતું કે હું (ધર્મેન્દ્ર) એક્ટર બનવા માગું છું. ધર્મેન્દ્ર ધોરણ 8માં આવ્યા ત્યાં સુધી તેમણે ક્યારેય પણ કોઈ ફિલ્મ જોઈ નહોતી, અને 9મા ધોરણમાં પહેલી વખત ફિલ્મ જોઈ ત્યારે જ તેમણે ફિલ્મ લાઈનમાં પ્રવેશવાનો નિર્ણય લીધો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મ શોલેમાં ધર્મેન્દ્ર સૌપ્રથમ ઠાકુરનું પાત્ર ભજવવા માગતા હતા જે બાદમાં સંજીવ કુમારે ભજવ્યું. ધર્મેન્દ્રએ શોલેમાં વીરુનો રોલ કર્યો જે લોકોને આજે પણ યાદ છે.