ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ભલે બહુમતીથી જીત મેળવી અને ઇતિહાસ રચ્યો હોય, પરંતુ એ વાત સ્વીકારવી જ પડે કે આમ આદમી પાર્ટીએ પણ એક રેકોર્ડ તો બનાવ્યો જ છે. આમ આદમી પાર્ટીએ પાંચ સીટ જીતી છે. તેમાંથી એક આદિવાસી સીટ પણ છે અને આદિવાસીને પોતાના તરફ વાળવાનું કાર્ય સહેલું નથી એ વાસ્તવિકતા છે. ભાજપની 27 આદિવાસી સીટમાંથી 23 ઉપર જીત થઈ છે, જ્યારે ત્રણ સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે અને એક સીટ ઉપર આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે.
ડેડીયાપાડા સીટ ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ એવો જાદુ પાથર્યો કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને બાજુ પર રહી ગયા અને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી ગઈ. ચેતર વસાવાને 1.2 લાખ મત મળ્યા છે. છોટાઉદેપુરથી લડતા અર્જુન રાઠવાએ કહ્યું હતું કે આપ ઉમેદવારોને તેના ક્ષેત્રમાં ઈમાનદારી સાથે લડાઈ લડી છે જે વિસ્તાર શરાબ અને પૈસાથી મતદારો પ્રભાવિત થાય છે ત્યાં આમાંથી પાર્ટીના ઉમેદવારે કમાલ કરી છે. ભાજપને આ પડકાર આપવો અને આ લડત આપી બિલકુલ સહેલી નહોતી ત્યારે આમ આદમી પાર્ટી માટે આદિવાસી બેલ્ટમાં આવી જીત મેળવવી એક મોટો રેકોર્ડ જ છે.