નસવાડી તાલુકાના હરીપુરા ગામે દેશી દારૂ પીવા બાબતે બે યુવકો વચ્ચે સામાન્ય બોલી ચાલી થઈ હતી. જોત જોતામાં આ બોલાચાલી ઉગ્ર બનતા એક યુવકો અન્ય એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મળતી માહિતી અનુસાર વિઠ્ઠલ રાઠવા અને વિનોદ નાયકા દારૂ પીવા માટે ગયા હતા. દારૂ પીધા બાદ બંને વચ્ચે માત્ર વીસ રૂપિયા મામલે ઝઘડો થયો હતો.
આ ઝઘડો વધુ ઉગ્ર બનતા વિનોદ નાયકાએ વિઠ્ઠલ રાઠવાને લાકડાનો ફટકા મારતા વિઠ્ઠલ રાઠવાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ માજી સરપંચ પ્રભૂભાઈ રાઠ્ઠવાને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતા સમજી નસવાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી, હત્યારા વિનોદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.