પાટણ જીલ્લા ના રાધનપુર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા રાઇટર ને પાટણ એસીબી એ 10 હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જીલ્લા ના રાધનપુર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા રાઇટર ને પાટણ એસીબી એ રંગે હાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.લાંચિયા પોલીસ કર્મી એ ફરિયાદી ના પિતા ની ધરપકડ નહિ કરવા અને હેરાન નહિ કરવા , આગોતરા જમીન માં અરજી સુધી આરોપી નહિ પકડવા માટે રાઈટર પારસ ચૌહાણે 10 હજાર ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ ના નાણાં આપવા માંગતા ના હોય તેમણે પાટણ એસીબી નો સંપર્ક સાધી લાંચીયા કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ત્યાર બાદ પાટણ એસીબી ના પી.આઈ. જે .પી.સોલંકી અને તેમના સ્ટાફ દ્રારા લાંચિયો પોલીસ કર્મી ને 10 હજાર ની લાંચ લેતા ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી .