એવું કહેવાય છે કે, ભારત લોકશાહી દેશ છે. આ દેશમાં ગ્રામ પંચાયતથી લઈને વડા પ્રધાનના પદ માટે ચૂંટણી યોજાતી હોય છે. જ્યારે ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતારે છે. ત્યારે તેની પાસે આમ પ્રજાને ઘણી બધી આશા અપેક્ષાઓ રહેતી હોય છે. પરંતુ ગુજરાતમાં બનેલી ભાજપની સરકારના લગભગ ચાલીસ જેટલા ધારાસભ્યો સામે ગંભીર પ્રકારના ક્રિમિનલ કેસ દાખલ થયેલા છે. મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં 182 સદસ્યની વિધાનસભામાં ઓછામાં ઓછા 40 નવા ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ દાખલ છે. ઉમેદવારોના ચૂંટણીના એફિડેવિટમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર આ 40 ધારાસભ્યોમાં 29 ધારાસભ્ય સામે હત્યા તેમજ દુષ્કર્મની કોશિષ જેવા ગંભીર આરોપો કરવામાં આવ્યા છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને ગુજરાત ઇલેક્શન વોચના રિપોર્ટ અનુસાર મળતી માહિતી પ્રમાણે 29 નવા સભ્યોમાં વીસ ધારાસભ્યો ભાજપના છે. ચાર ધારાસભ્ય કોંગ્રેસ અને બે આમ આદમી પાર્ટીના તેમજ બે અપક્ષના ધારાસભ્ય છે. સમાજવાદી પાર્ટીના એકમાત્ર નવા ધારાસભ્યો પણ આ ગંભીર આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર ત્રણ નેતાઓએ તેના એફિડેવિટમાં જણાવ્યું છે કે ઇન્ડિયન પીનલ કોડની કલમ 307 હેઠળ હત્યાના પ્રયત્ન જેવા ગંભીર આરોપોનો તે સામનો કરી રહ્યા છે. આ ઉમેદવારોમાં કોંગ્રેસના ધારાસભ્યો અનંત પટેલ, કિરીટ પટેલ અને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો અને ધારાસભ્યોના ક્રિમિનલ રેકોર્ડની સરખામણીએ હાલનાં ધારાસભ્યોની સંખ્યા ઓછી છે. 2017માં 47 ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યા હતા.