15 C
Ahmedabad
Sunday, December 8, 2024
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ભૂપેન્દ્ર પટેલે સીએમ પદના લીધા શપથ, કેબિનેટ બેઠકમાં મંત્રીઓને કરાઈ ખાતાઓની ફાળવણી


સોમવારે બપોરે શપથ ગ્રહણ સમારોહ બાદ સાંજે ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠક મળી હતી, જેમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ખાતાઓની ફાળવણી કરવામાં આવી. જેમાં ઋષિકેશ પટેલને ફરીથી આરોગ્ય વિભાગની સાથે ઉચ્ચ શિક્ષણ મંત્રાલય, કુબેર ડિંડોરને શિક્ષણમંત્રી બનાવાયા અને સાથે આદિજાતિ મંત્રાલયની ફાળવણી કરવામાં આવી. ઉપરાંત ભીખુ પરમાર અન્ન અને નાગરિક પુરવઠા, કુંવરજી બાવળિયા- જળ સંપત્તિ, પાણી પુરવઠા, પરસોત્તમ સોલંકી- મત્સ્ય અને પશુપાલન, મુકેશ પટેલ- રાજ્ય કક્ષા પાણી પુરવઠો, કનુદેસાઈ અને ઋષિકેશ પટેલને રાજ્ય સરકારના પ્રવક્તા બનાવાયા છે.

ભૂપેન્દ્ર પટેલ- મુખ્યમંત્રીઃ-

સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો.

કેબીનેટ મંત્રીઓઃ-

  1. કનુ દેસાઇ– નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
  2. ઋષિકેશ પટેલ– આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
  3. રાઘવજી પટેલ– કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ.
  4. બળવંતસિંહ રાજપુત– ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર.
  5. કુંવરજી બાવળીયા– જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો.
  6. મુળુભાઇ બેરા– પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ.
  7. ડો. કુબેર ડીંડોર– આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
  8. ભાનુબેન બાબરીયા– સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ

રાજ્યકક્ષાના મંત્રીઓઃ-

  1. હર્ષ સંઘવી– રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
  2. જગદીશ વિશ્વકર્મા– સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
  3. પરષોત્તમ સોલંકી– મત્સ્યોદ્યોગ અને પશુપાલન
  4. બચુ ખાબડ– પંચાયત, કૃષિ
  5. મુકેશભાઇ પટેલ– વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
  6. પ્રફુલ્લ પાનસેરીયા– સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
  7. ભીખુ પરમાર– અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
  8. કુંવરજી હળપતિ– આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

મહત્વનું છે કે, ભુપેન્દ્ર પટેલની બીજી ટીમમાં ફરી એકવાર પાટીદારોની પાવર દેખાયો છે. 16 સભ્યોની કેબિનેટમાં પાટીદાર સમાજમાંથી 4 મંત્રી બનાવવામાં આવ્યા છે. તો ઓબીસીની મદદ માટે કુલ 6 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. આદિવાસી બેઠકો પર જીતના કારણે બે આદિવાસીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, જૈન અને દલિત સમુદાયમાંથી એક-એક મંત્રી બનાવવામાં આવ્યા છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
2,751FansLike
0FollowersFollow
2FollowersFollow
113SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!