બુહારી હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક કર્મચારીઓને સારી અને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય એવા હેતુસભર ઓરણાના નિવાસી હાલ યુ.એસમાં રહેતા સુરેશભાઈ ભુલાભાઈ ભક્ત દ્વારા અગાઉ પણ માતબર દાન આપવામાં આવ્યું હતું.
વિકાસ યાત્રામાં વધુ જરૂરિયાત હોવાથી શ્રી બુહારી વિભાગ કેળવણી મંડળ તથા શાળાના આચાર્યશ્રી અશોકભાઈ જે.પટેલની રજૂઆતને પગલે દાતાશ્રી સુરેશભાઈ ભુલાભાઈ ભક્ત થતા તેમના ધર્મપત્ની શ્રી મતિ સુમિત્રાબેન સુરેશભાઈ ભક્ત તથા ચિ. સીમા સુરેશભાઈ ભક્ત તથા ચિ.મિતેશ સુરેશભાઈ ભક્ત તરફથી સૌરઉર્જા બચત દ્વારા સૌને સારી સવલતો મળી રહે એવા હેતુસર સંસ્થાની વિકાસ યાત્રા માટે રૂપિયા 10 લાખ,ત્રીસ હજારનું દાન આપવામાં આવ્યું છે.