26 C
Ahmedabad
Friday, September 13, 2024

હોટેલની 506 નંબરની રૂમમાં એવું તો શું બન્યુ કે, પોલીસે અડધી રાતે દોડવું પડ્યું !


કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પણ ખરેખર પ્રેમ આંધળો જ હોય છે. કોઈ પ્રેમમાં સાત સમૂદર પાર કરી જાય છે. તો કોઈ પ્રેમમાં જિંદગીનો અંત લાવી દે છે. આ ઘટના પણ બે પ્રેમી પંખીડાની છે. જ્યાં બંને પ્રેમી પંખીડાઓ આલીશાન હોટેલમાં લગ્ન તો કરે છે. પણ સાથે રહેવા માટે જીવન ટૂંકાવી લઈ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના બર્દવાનની એક હોટલમાંથી એક કપલની લાશ મળી આવી હતી. બંનેના મૃતદેહ પાસેથી ચિટ્ઠી પણ મળી આવી છે. જેમાં લખ્યું હતું પાપા, તમે અમને હવે સાથે રહેવા દેતા નથી. મૃત્યુ પછી અમને અલગ ન કરો તેવો ઉલ્લેખ કરેલો હતો. તપાસ કરતા યુવતીના ગળામાં મંગળસૂત્ર અને સેથામાં સિંદૂર હતું. બર્દવાન શહેરના તિંકોનિયામાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા શાલીમાર લોજમાં આ દર્દનાક ઘટના બની હતી.

506 નંબરમાં પડેલી બે લાશઃ-

શાલીમાર લોજના એકાઉન્ટન્ટે જણાવ્યું કે, મહાદેવ માજી શનિવારે બપોરે હોટલમાં ગયા હતો. તે બેંગ્લોરથી બર્દવાનમાં નોકરી કરવા આવ્યો હતો. તેણે હોટલના કર્મચારીઓને કહ્યું હતું કે તે શનિવારે રાત્રે બર્દવાનમાં રોકાશે. મહાદેવે આધાર કાર્ડની ઝેરોક્ષ જમા કરાવીને લોજનો રૂમ નંબર 506 બુક કરાવ્યો હતો. લોજના કર્મચારીઓનું કહેવું છે કે મહાદેવને જોઈને લાગતું ન હતું કે આવી ઘટના બનશે. રવિવારે સવારે લગભગ 10 વાગ્યે મહાદેવ હોટલમાંથી નીકળી ગયો હતો. થોડા સમય બાદ તે પ્રિયંકા મિત્રા સાથે હોટેલમાં પાછો આવ્યો. જ્યારે હોટેલ સ્ટાફે તેને પ્રિયંકા વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે પ્રિયંકા તેની બહેન છે. અને એ પણ વધુ સમય નહીં રોકાય. તે જલ્દીથી નીકળી જશે.

ગળામાં ફૂલોની માળા, સેથામાં સિંદૂરઃ-

પોલીસે જણાવ્યું હતું કે બંનેના ગળામાં ફૂલોના હાર ઉપરાંત પ્રિયંકાના સેથામાં સિંદૂર અને પગમાં મહાવર હતું. પોલીસનું અનુમાન છે કે બંનેએ તેમના સંબંધોમાં તણાવને કારણે એકસાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી લીધો હશે.

દરવાજો તોડી લાશ બહાર કાઢીઃ-

લોજ સ્ટાફના જણાવ્યા અનુસાર તેઓ લાંબા સમય પછી પણ હોટલના રૂમમાંથી બહાર ન આવ્યા તો હોટેલ સ્ટાફ રૂમની સામે ગયો અને બૂમો પાડવા લાગ્યો. પરંતુ, તે સમયે તેને કોઈ જવાબ મળ્યો ન હતો. પછી હોટલના સિનિયર મેનેજરને જાણ કરી. કોઈ જવાબ ન મળતા તેમણે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી. બર્દવાન પોલીસે લોજનો દરવાજો તોડીને અંદર ગયા તો બંનેની આપઘાત કરેલી લાશ મળી આવી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
80SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!