32 C
Ahmedabad
Tuesday, April 16, 2024

રાજકીય કર્મશીલ રોમેલ સુતરિયાએ મૃતઃપ્રાય ગુજરાત કોંગ્રેસ માટે કહ્યું જીગ્નેશ મેવાણી પાસે છે સંજીવની બૂટી


ગતરોજ પોતાના ફેસબુક મારફતે રોમેલ સુતરિયાએ મૃતઃપ્રાય ગુજરાત કોંગ્રેસ ને ટાંકીને કરેલી પોસ્ટ બાબતે અનેક લોકોમાં કુતૂહલ સર્જાયું છે.૨૦૨૨માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કારમો પરાજય વેઠી રહેલી ગુજરાત કોંગ્રેસ ૧૭ બેઠકમાં સમાય ગયા બાદ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની પસંદગી કરવામાં તેમજ ૧૦% ધારાસભ્યો વિરોધ પક્ષ પાસે આ હોય તેવા સંજોગોમાં પણ વિરોધ પક્ષ ના નેતાનું ચયન થઈ શકે કે કેમ તે બાબતે ચર્ચાઓ એ જોર પકડ્યું છે.

તેવામાં રોમેલ સુતરિયા જેઓએ પોતાના ફેસબુક મારફતે તેમનો અને જીગ્નેશ મેવાણી (વડગામ ધારાસભ્ય) નો જુનો ફોટો મુકતા લખાણ લખ્યું હતું કે “મૃતઃપ્રાય ગુજરાત કોંગ્રેસ માટે સંજીવની બૂટી મારી સાથે ઊભેલ આ હનુમાન પાસે છે, ગુજરાત કોંગ્રેસે આ તરવરીયા વિદ્રોહી વ્યક્તિત્વ ને સંજીવની લેવાં વિરોધ પક્ષ ના નેતા જાહેર કરી વિધાનસભામાં મોકલવામાં હવે મોડું ના કરવું જોઈએ. ”

આ લખાણ તેવા સમયમાં મુકવામાં આવ્યું જ્યારે વિરોધ પક્ષ ની ટકાવારી બાબતે ભારે અસમંજસ સર્જાયેલું છે જેથી અમારી ટીમ દ્વારા રોમેલ સુતરિયા નો સંપર્ક કરતા તેઓએ Rule of legislation નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે વિરોધપક્ષના નેતાની પસંદગી કરવા માટે ૧૦% ધારાસભ્ય રાખવાની બાબત મરજીયાત જેવી છે.ઊદાહરણ તરીકે દીલ્હી માં ૩ બેઠક જીતનારી ભાજપ વિરોધ પક્ષ બની શકે તો ૧૭ સીટો સાથે કોંગ્રેસ પોતાનો વિરોધ પક્ષ નો નેતા ચોક્કસ બનાવી શકે છે.માત્ર સ્પીકર તેમને સહુથી વધુ બેઠકો હોવાથી વિરોધ પક્ષ તરીકે આમંત્રણ પાઠવે.ગુજરાતમા પણ ભુતકાળમાં ચિમનભાઈ પટેલ વિપક્ષ નેતા હતા ત્યારે ૧૪ બેઠકો સાથે જનતા દળ ના વિપક્ષ ના નેતા તરીકે તેઓનું ચયન કરવામાં આવ્યું હતું.

હવે જોવાનું તે રહે છે કે ખરેખર મૃતઃપ્રાય અવસ્થામાં પહોંચલી ગુજરાત કોંગ્રેસ રોમેલ સુતરિયા ના શબ્દો સમજી ખરેખર સંજીવની બૂટી મેળવવા આ હનુમાન તરીકે સંબોધિત કરેલ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઊપર વિપક્ષ નેતા તરીકે ની પસંદગી ઉતારી ગુજરાત કોંગ્રેસે આ તરવરીયા વિદ્રોહી ધારાસભ્ય ને સંજીવની બૂટી લેવાં વિરોધ પક્ષ ના નેતા સ્વરૂપે વિધાનસભા માં રજુ કરશે કે કેમ ?


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
68SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!