મધ્યપ્રદેશ પોલીસે પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા રાજા પટૈરિયાની દમોહથી ધરપકડ કરી છે. રાજા પટૈરિયાએ કોંગ્રેસના કાર્યકર્તાઓના સંબોધનમાં કહ્યુ હતું કે વડાપ્રધાન મોદીની હત્યા માટે તૈયાર રહેવું પડશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજા પટૈરિયા તેમજ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. આટલુ જ નહીં રાજા પટૈરિયા વિરુદ્ધ NSA હેઠળ કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. પન્નામાં તેમના વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. હવે પન્ના પોલીસે પૂર્વ મંત્રી રાજા પટૈરિયાની ધરપકડ કરી છે.