બંગાળની ખાડીમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ બધાં વચ્ચે ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલી દેવ નદીમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ડેડિયાપાડા તાલુકામાં માંથી પસાર થતી દેવ નદીમાં ભર શિયાળે પૂર આવતાં સ્થાનિક લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.