32 C
Ahmedabad
Tuesday, April 16, 2024

વિશ્વના સૌથી ધનવાન માણસ વિશે આટલી વાતો જાણો ?


ટેસ્લા અને સ્પેસ એક્સના દમ પર વિશ્વની સૌથી અમીર વ્યક્તિ બની ગયેલા એલન મસ્કને ટ્વિટર ખરીદ્યા બાદ વધુ એક આંચકો લાગ્યો છે. એલન મસ્કનું સૌથી અમીર વ્યક્તિનું પદ હવે એવી વ્યક્તિએ છીનવી લીધું છે જેમના વિશે લોકો બહુ ઓછા જાણે છે. ફોર્બ્સ અને બ્લૂમબર્ગ મુજબ, ફ્રેન્ચ બિઝનેસમેન બેયરનાર આર્નો પોતાની 171 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક માણસ બની ગયો છે.

ત્રીજા નંબરે ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણી, ચોથા અને પાંચમા સ્થાને અનુક્રમે જેફ બેજોઝ અને બિલ ગેટ્સ છે. બેયરનાર આર્નો એક ફ્રેન્ચ બિઝનેસમેન છે જે LVMH ગ્રુપના ચેરમેન છે. આ ગ્રૂપમાં સિત્તેરથી વધુ કંપનીઓ છે જે વિશ્વભરમાં લક્ઝરી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. આમાં લક્ઝરી કપડાં વેચતી કંપનીઓ, લૂઈ વિટન અને ફેન્ડીથી લઈને મેકઅપ પ્રોડક્ટ્સ વેચતી ફેન્ટી બ્યુટી અને વાઈન વેચતી કંપની ડોમ પેરીગ્નોનનો સમાવેશ થાય છે. આર્નો અગાઉ વર્ષ 2019માં ચર્ચાનો વિષય બન્યા હતો. જ્યારે તેમણે ચર્ચિત અમેરિકન જ્વેલરી બ્રાન્ડ ટિફનીને ખરીદી લીધી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
0FansLike
0FollowersFollow
2FollowersFollow
68SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

- Advertisement -
error: Content is protected !!