કર્ણાટકના બેંગલુરુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગયો છે. શહેરના થાનિસાન્દ્રા મેઈન રોડ પર સેમ્પીગેહલ્લીમાં રહેતી 34 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પત્નીનો આરોપ છે કે તેનો પતિ તેની પત્નીને તેના મિત્રો સાથે સેક્સ કરવા દબાણ કરતો. અને ના પાડવા પર તે તેને માર મારતો હતો. તે તેણીને તેના મિત્રો સાથે સેક્સ કરતી વખતે જોતો અને વિડિયો પણ બનાવતો. બાદમાં તે આ વીડિયો જોઈને ખુશ થઈ જતો હતો. જ્યારે પત્નીએ છૂટાછેડા માટે કહ્યું તો તેણે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી. પત્નીની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને આરોપી પતિની ધરપકડ કરી છે.
36 વર્ષીય પતિ વ્યવસાયે એન્જિનિયર છે. મહિલાએ પોલીસને જણાવ્યું કે તેનો પતિ ક્યારેક તેના મિત્રો અને ક્યારેક અન્ય પુરૂષોને પોતાની સાથે લાવતો. દરમિયાન તે તેને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા કહેતો હતો. જ્યારે તે ના પાડતી તો તે તેને મારતો હતો. તેણીને તેના બે મિત્રો સાથે ઘણી વખત સૂવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
પતિ મિત્રો સાથે સેક્સ કરવા મજબૂર કરતોઃ-
મહિલાનો આરોપ છે કે તેણે તેના મિત્રો સાથે શારીરિક સંબંધનો વિડીયો પણ બનાવ્યો હતો. પતિની હરકતોથી પરેશાન થઈને પત્નીએ તેને છૂટાછેડા માટે કહ્યું તો તેણે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી આપી.
પતિ દારૂ અને ડ્રગ્સનો વ્યસની હતોઃ-
આ દંપતીએ એપ્રિલ 2011માં લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર છે. સેમ્પીગેહલ્લી પોલીસમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં પત્નીએ કહ્યું કે તેનો પતિ દારૂ અને ડ્રગ્સના વ્યસની છે. પત્નીનો આરોપ છે કે તેના પતિએ તેની બહેનને પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.
પત્નીની ફરિયાદમાં ચોંકાવનારા આક્ષેપઃ-
મહિલાએ આરોપ લગાવ્યો કે, ‘મારો પતિ નશાની હાલતમાં મને મારતો. જ્યારે પરિસ્થિતિ વધુ વણસી ત્યારે મેં તેને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું. આનાથી તે ગુસ્સે થઈ ગયો અને હવે તે સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો શેર કરવાની ધમકી આપી રહ્યો છે. તેણે કહ્યું કે તેનો પતિ ગાંજાનો વ્યસની છે અને તેણે ઘરની અંદર બે છોડ ઉગાડ્યા છે. જે પોલીસ દ્વારા કબજે પણ કરવામાં આવ્યા છે.